પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહનવાઝખાન
૪૩
 

૧૮૫૭ના બળવામાં મોગલ સમ્રાટ બહાદુરશાહને જીવનભર કેદની સજા કરવામાં આવી હતી. એના બે શાહજાદાઓને ગોળીએ દેવામાં આવ્યા હતા. ગઈ કાલે અંગ્રેજો જેવા હતા, તેવા જ આજે પણ છે. સો વર્ષ પૂર્વે જે હતા તેમાં આજે જરા પણ ફેર પડતો નથી. ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે સો વર્ષ પૂર્વે જે ગુના માટે મોગલ સમ્રાટ બહાદુરશાહને કેદમાં નાખ્યો અને તેના બે પુત્રોને ગોળીએ દીધા એ જ ગુના માટે અમને છોડી મૂકવામાં આવ્યા.

પણ એ બન્યું શી રીતે ? એની પાછળ ઇતિહાસ પડ્યો છે. સો વર્ષ પૂર્વે જ્યારે મોગલ સમ્રાટને કેદમાં ધકેલવામાં આવ્યા ત્યારે આપણે કમજોર હતા. આપણામાં કુસંપ હતો અને અંગ્રેજોની ભાગલા પાડોની કૂટ નિતિ કામયાબ બની હતી. તેઓ પોતાની યોજનામાં ફાવ્યા હતા. આજે સ્થિતિ પલટાઈ છે આજે અમારો છુટકારો થયો છે. એની પાછળનું મુખ્ય કારણ તો હિંદુ મુસલમાન શીખ સૌના સંગઠ્ઠીત અને બુલંદ અવાજમાં રહેલું છે. એ બુલંદ અવાજે કારાવાસમાંથી મને તમારી સમક્ષ ઊભો કર્યો છે. સંગઠ્ઠીત અવાજની તાકાતની એ પારાશીશી છે.

ફરીથી તમે એકત્રિત, સંગઠ્ઠીત અવાજ ઉઠાવો.

હિંદુ, મુસ્લિમ, શીખ સહુ એક સાથે અવાજ ઉઠાવો. ‘અંગ્રેજો હિંદ છોડો.’ અને ખાત્રી રાખજો કે તમારો એ બુલંદ અવાજ કામયાબ બનવાનો છે.

૧૯૪ર અને તે પછી અંગ્રેજો પર, આક્રમણ કરનાર, આઝાદ હિંદ ફોજ અને દેશની અંદરની અહિંસક ફોજ હતી. આઝાદ હિંદ ફોજ હિંદથી દૂર મલાયામાં હતી અને જ્યારે તમારાથી દૂર મલાયામાં બેઠા હતા, ત્યારે અમને દેશમાં દેશની આઝાદી માટે