પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
નેતાજીના સાથીદારો
 

પહેલો તબક્કો તા. ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૨થી મે ૧૯૪૨ સુધીમાં પૂરો થાય છે. આ સમય દરમિયાન તેમના જણાવ્યા પ્રમાણે આઝાદ હિંદ ફોજની રચના થઈ રહી હતી, તેઓ કહે છે કે તે સામે જ મારો વિરોધ હતો અને જે કમનસીબ સંજોગોમાં અમે મૂકાયા હતા તે સંજોગો વચ્ચે પણ હું એ યોજના સામે સારી રીતે લડતો હતો.

બીજો તબક્કો - જૂન ૧૯૪૨ થી જૂન ૧૯૪૩ સુધીનો છે. એ તબક્કા દરમિયાન મને મારા પહેલા ધ્યેયમાં નિષ્ફળતા મળી તેનું ભાન થયું અને મેં મારા માણસોના હિતમાં આઝાદ ફોજમાં જોડાવાનો નિશ્ચય કર્યો હતો કે અંદર રહીને હું તેને તોડી નાંખીશ અથવા તો ભંગાણ પાડીશ. જો તેઓ જાપાનને મદદ કરવા કે હિંદી સૈનિકોનું શોષણ થવા દેવા તૈયાર થશે તો.

ત્રીજો તબક્કો- જુલાઈ ૧૯૪૩ થી મે ૧૯૪૫ સુધીનો છે. જ્યારે મને સ્પષ્ટપણે ખાત્રી થઈ ચૂકી હતી કે આઝાદ હિંદ ફોજ એ હિંદની મુક્તિ માટે લડનારી ફોજ છે.

આ ત્રણે તબક્કામાં બનેલા અગત્યના બનાવોનું બ્યાન ખાપતાં તેઓ જણાવે છે કે–

પહેલા તબક્કામાં હું આઝાદ હિંદ ફોજ ઊભી કરવા સામે વિરોધ કરતો હતો, કારણ કે મને એમ લાગતું હતું કે જાપાનીઓ અમારું શોષણ કરવા માગે છે અને તેને પહોંચી વળે તેવો રાજકિય દૃષ્ટિએ અમારામાં કોઈ નિષ્ણાત ન હતો. તેમ જ જાપાનીઓએ તમામ હિંદી સૈનિકોને કૅપ્ટન મોહનસિંહને સુપ્રત કરતાં હું વધુ શંકાશીલ બન્યો, અને તેથી તે યોજના સામે લડવાની મારી ફરજ છે એમ મને જણાયું.

તા. ૧૭ મી ફેબ્રુઆરી ૧૯૪૨ના રોજ મને મારી ટુકડી સાથે જાસુન છાવણીમાં મોકલી આપવામાં આવ્યો. થોડાક દિવસો