પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહનવાઝખાન
૫૯
 

પછી કેમ્પ કમાન્ડર તરીકે નીમવામાં આવ્યો. આ છાવણીમાં લગભગ આઠથી દશ હજાર સૈનિકોનો સમાવેશ થઈ શકે તેમ હતું. ત્યારે ૨૦ હજારને પૂરવામાં આવ્યા હતા. આરોગ્ય માટેની કોઈ સગવડ ત્યાં ન હતી. પૂરતા પાણીનો જથ્થો પણ ન હતો. તબીબી સગવડ તા નહિવત્ હતી. કોઈ દવાદારૂ તો હતી જ નહિ. એના પરિણામે છાવણીમાં રોગચાળો ફાટી નીકળ્યો અને સૈન્યની શિસ્ત તૂટી ગઈ હતી. મારા માટે મુશ્કેલ દિવસો હતા. પાછળથી આરોગ્ય પાણી અને વિજળીની સગવડો મળી શકી.

ફરારપાર્કના બનાવ પછી મને તો પૂરતી ખાત્રી થઈ ચૂકી હતી કે જાપાનીઓ અમારું શોષણ કરવા માગે છે એટલે જાસુન છાવણીમાં પહોંચ્યા પછી મેં ઓફિસરોને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો, અને તેમના સંગઠ્ઠન દ્વારા આઝાદ હિંદ ફોજની રચના કરવા સામે વિરોધ ઉઠાવવાનું નક્કી કર્યું. ૧૯૪૨ના મે મહિનામાં અમારા પ્રયાસો નાકામયાબ નિવડ્યા અને આઝાદ હિંદ ફોજની રચના થઈ, અને જેઓ ફોજમાં જોડાયા હોય તેમને અને ન જોડાયા હોય તેમને જુદા પાડવાના હુકમો મળ્યા. આ નવી પરિસ્થિતિમાં ‘ઓફિસર્સ બ્લોક’ સાથે મેં વારંવાર ચર્ચા કરી અને પહેલા પ્રયાસમાં અમે નિષ્ફળ ગયા હોવાથી, સૈનિકોને સંરક્ષણ આપવા, જાપાનીઓના શોષણને અટકાવવા, અને જાપાનીઓને શરણે જવાનો વિચાર આવતાંં જ ફોજને છિન્નભિન્ન કરવાના હેતુથી તેમાં જોડાવાનો અમે નિશ્ચય કર્યો.

મેં તમામ મુસ્લિમ અમલદારોની સભા એક મસ્જીદમાં બોલાવી, અને તેમને મેં આઝાદ હિંદ ફોજમાં જોડાવાનો નિર્ણય શા માટે કર્યો તેનાં કારણો સમજાવ્યાં. મેં તેમને સમજાવ્યું કે આપણે હવે થોડા વખતમાં જ છુટા પડીશું. મેં તેમની પાસેથી એવી ખાત્રી માગી કે જાપાનીઓ તેમના પર ગમે તેટલું દબાણ કરે તો પણ તેઓ જાપાનના સ્વયંસેવકો બનશે નહિ. તેઓ