પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
નેતાજીના સાથીદારો
 

તમામ સમંત થયા અને ઉચાર્યું “દુવા ખૈર”: તેમણે કરેલા નિર્ણયનું ધાર્મિક ઉચ્ચારણ હતું.

એ પછી બીજો તબક્કો શરૂ થાય છે. બેંગકોક પરિષદ ૧૯૪૨ના જૂન મહિનામાં કૅપ્ટન મોહનસિંહે બોલાવી હતી. હું પોતે એવી પરિષદમાં ભાગ લેવાની વિરુદ્ધ હતો. મને મલાયામાં મૂકવામાં આવ્યો. જ્યાં મારી ફરજ હિંદી સૈનિકોનાં થાણાં જ્યાં જ્યાં હોય ત્યાં જઈને તેમની ફરીઆદો જાપાની વડા મથક સમક્ષ રજૂ કરવાની હતી.

કૌલા લુમ્પુર ખાતે મને જાપાનીઓએ હુકમ કર્યો કે તમામ હિંદી ફોજોને તપાસ માટે એકત્ર કરવી. જાપાની કમાન્ડરે હિંંદી સૈનિકો સમક્ષ ભાષણ કરતાં જણાવ્યું કે ‘તમને બધાને હું આવકાર આપું છું અને મારા હાથ તળે તમને આવેલા જોઇને મને ખૂશી થાય છે, અમે તમને અમારા ભાઈઓ તરીકે ગણીશું. આપણે બધા એશિયાવાસી છીએઃ તમામ જાપાનીઓ અંતઃકરણપૂર્વક ઇચ્છે છે કે હિંદે તેની આઝાદી પ્રાપ્ત કરવી જ જોઈએ અને તમને તમારી આઝાદીની લડત માટે હથિયારો પૂરા પાડવાનો અને જરૂરી તાલીમ આપવાનો નિશ્ચય કર્યો છે.’

આ ભાષણ પરથી મને લાગ્યું કે જાપાનીઓ હિંદી સૈનિકો, જેઓએ શસ્ત્રો હાથમાં લીધાં છે તેમનું શોષણ કરવા માગે છે. મેં જાપાની કમાન્ડર સમક્ષ હિંદની આઝાદીના પ્રશ્ન અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે હિંદની આઝાદીનો પ્રશ્ન, હિંદીઓનો પોતાનો છે. કોઈપણ હિંદીને તેની ઇચ્છા વિરુદ્ધ તેમાં ભાગ લેવા માટે દબાણ કરવાનો જાપાનીઓને કોઈ અધિકાર નથી. તે મારી સાથે સંમત થયા.

એવી જ અથડામણ સેરૅમ્બન ખાતે થવા પામી હતી. હિંદી સૈનિકોએ હથિયારો ઉઠાવવાની ના પાડતાં તેમની સામે જાપાનિઝોએ મશીનગનો ગોઠવી હતી. કમાન્ડર લેફ. ગુલામમહમદને એકાંત