પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહનવાઝખાન
૬૧
 


કોટડીમાં ખસેડવામાં આવ્યો હતો અને હિંદી સૈનિકોને વિચાર કરવા માટે ૨૪ કલાકની મહેતલ આપવામાં આવી હતી અને ત્યારપછી ગોળીબાર કરવાની ધમકી આપવામાં આવી હતી. મને એ વિષે ખબર પડતાં જ હું ત્યાં પહોંચી ગયો, ત્યાં કેટલીય મહેનત પછી જાપાની અધિકારીઓને સમજાવી શક્યો અને ભવિષ્યમાં અથડામણો ઊભી ન થાય તે માટે તેમને અમારું દૃષ્ટિબિન્દુ પણ સમજાવી શક્યો. એવી જ રીતે મેં મલાયામાંની તમામ હિંદી સૈનિકોની છાવણીઓની મુલાકાત લીધી અને તેમને જણાવ્યું કે જાપાનની દોરવણી હેઠળ તેઓ હથિયારો ઉપાડવાને કે તાલીમ મેળવવાને બંધાયેલા નથી.

કાપલા-લુમ્પુર ખાતે જાપાનીઓએ હિંદીઓને જાપાની ક્વાયત અને સલામી શીખવાડવાનો પ્રયાસ કર્યો હતા, પણ મેં તેનો સખ્ત વિરોધ કર્યો, જો કે રંગુનમાંના અંગ્રેજ સૈનિક કેદીઓએ તો તેનો સ્વીકાર કર્યો હતો એના પરિણામે હિંદી સૈનિકોની સ્થિતિમાં સુધારો થવા પામ્યો હતો.

એક વખત હું પ્રવાસે નીકળ્યો ત્યારે મને જણાયું કે કેટલાક સૈનિકોને તેઓ બ્રિટિશ તરફી વલણ ધરાવતા હોવાના આરોપસર પકડવામાં આવ્યા હતા અને જાપાનીઓ તેમને ફાંસીએ લટકાવવા માગતા હતા. હું તરત જ જાપાની વડા મથકે ગયો અને મારા સૈનિકો મને પાછા સુપ્રત કરવાની મેં માંગણી કરી. મેં તેમને જણાવ્યુ કે હિંદી સૈન્યનો હું જવાબદાર વડો છું અને સિદ્ધાંત તરીકે જાપાનીઓ મારા હાથ તળેના માણસો સાથે સીધી પતાવટ કરે એ બરાબર નથી. મારી જાણ બાર મારા માણસોને લઈ જવામાં આવે તે પણ બરાબર નથી.

છેવટની વાત કહેતાં મેં જણાવ્યું કે જો તેઓ આ માટે આગ્રહ રાખશે તો હું મારી જગ્યાનું રાજીનામું આપીશ. ત્યારે જવાબમાં તેમણે જણાવ્યુ કે પંદરને તેઓ પાછા લઈ જઈ શકે છે, પણ બાકીનાને તો બ્રિટિશ તરફી હોવાથી ફાંસીએ તેઓને ચઢાવવામાં આાવશે તેઓ જાપાની કેદીઓ છે છતાં તેમણે