પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડૉ. લક્ષ્મી સ્વામીનાથન
૭૭
 

ભયનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું હતું. એ સ્થીતિમાં પણ એકલે હાથે લક્ષ્મી પોતાનાથી બને તેટલું કાંઇક કરી છુટવા માંગતી હતી. એ દિવસોમાં જ ગાંધીજયંતી આવી અને આઝાદ હિંદ સરકારે ઉજવેલી ભવ્ય અને શાનદાર ગાંધીજયંતીની યાદ લક્ષ્મીને તાજી થઈ. લક્ષ્મીની દોરવણી હેઠળ ગાંધીજયંતીની એવી ભવ્ય ઉજવણી થઇ, લક્ષ્મીએ એ પ્રસંગે ટુંકું પણ પ્રેરક વ્યાખ્યાન આપ્યું.

આ બનાવે મિત્ર લશ્કરી સત્તાવાળાઓની આંખ લાલ બની. હજી ગાંધીજયંતીની ઉજવણી પ્રત્યેનોના રોષ ઓછો થયો નથી, ત્યાં ત્રણ અઠવાડિયા પછી આઝાદ હિંદ સરકારની સ્થાપનાનો દિન આવ્યો. લક્ષ્મી, આઝાદ હિંદ સરકારનાં એક પ્રધાન રગુનમાં મોજૂદ હતાં, એ દિનની ઉજવણીમાં તેણે અગ્ર ભાગ ભજવ્યો. પોતાના કર્નલના ગણવેશમાં સજ્જ થઇને તેણે સભામાં હાજરી આપી. આ બનાવથી લશ્કરી સત્તાવાળાઓનો રોષ વધ્યો અને લક્ષ્મી આંખના કણાની માફક ખૂંચવા લાગી.

વધુ થોડા, દિવસ ગયા અને લશ્કરી સત્તાવાળાઓને અકળાવે તેવો એક બનાવ બન્યો. દિલ્હીના લાલ કિલ્લામાં આાઝાદ હિંદ ફોજના ત્રણ અફસરો કૅપ્ટન શાહનવાઝ, કૅપ્ટન સહગલ અને ક્રેપ્ટન ધીલાં સામેનો મુકદ્દમો શરૂ થયો હતો, તેના વિરોધમાં રંગુનમાં એક સભા મળી હતી. આ સભામાં આઝાદ હિંદના સૈનિકો અને હિંદીઓએ મોટી સખ્યામાં હાજરી આપી હતી. ડૉ. લક્ષ્મી પણ મોજૂદ હતી.

હવે ડૉ. લક્ષ્મીને રંગુનમાં વધુ વખત રાખવાને લશ્કરી સત્તાવાળાઓ તૈયાર ન હતા. રંગુનની જાગ્રતિ પાછળ લક્ષ્મીની પ્રેરણા હોવાનો તેમને શક હતો. બે ત્રણ દિવસ પછી જ ડૉ.