પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડૉ. લક્ષ્મી સ્વામીનાથન
૭૯
 

એ મિત્રો પાસેથી ફરજીઆત વિદેશી હુકુમત થોડા કલાક પછી પોતાને ઉઠાની જવાની હતી. એનું ભાન થતાં એની આંખોમાંથી અશ્રુબિન્દુ સરી પડ્યાં, છતાં ધીમા સ્વરે, સ્વસ્થતા ધારણ કરતાં લક્ષ્મીએ જવાબ દીધો, ‘કદાચ મળશું, સ્વતંત્ર હિંદમાં કોઈક દિવસ.’

બીજે દિવસે લશ્કરી લોરી જ્યારે તેના મકાન પાસે આવીને ઊભી રહી અને લક્ષ્મીને લોરી સમક્ષ લાવવામાં આવી, ત્યારે એક અફસરે પ્રશ્ન કર્યો. ‘કદાચ હું તમને મોરચા પર મળ્યો હોત તો ?’

‘તો શું? હું મારી ગોળીથી તમને વિંધી નાંખત.’ એવા જ જુસ્સાથી લક્ષ્મીએ જવાબ દીધો.

પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જતી હતી અને હિંદનો અસંતોષ દૂર કરવાનો પ્રયાસ જ્યારે બ્રિટિશ સત્તાવાળાઓ કરી રહ્યા હતા, ત્યારે લાલ કિલ્લાના મુકદ્દમાએ હિંદી પ્રજાને જાગૃત બનાવી. એ બહાદુર અફસરોને મુક્ત કરવા પડ્યા અને ધીમે ધીમે આઝાદ હિંદ ફોજના સૈનિકોનો પણ છુટકારો થતો ગયો. બર્મામાં પડેલા આઝાદ ફોજના અફસરોને હિંદ પાછા લાવવામાં આવતા હતા, તેમની સામેના અંતરાયો દૂર થઈ રહ્યા હતા. છતાં લક્ષ્મીને હિંદ લાવવા માટેના કોઇ ચક્રો ગતિમાન બન્યાં ન હતાં. માદરે વતનથી સેંકડો માઈલ દૂર પડેલી આ બહાદુર બાળા હિંદ આવવાને અધિરી બની હતી, પણ સ્વમાનનો ભંગ કરીને અથવા તા પ્રતિબંધોના બંધનમાં જકડાઈને હિંદ પાછા ફરવા તૈયાર નહતી.

હિંદમાં જબરો ઉહાપોહ જાગ્યો હતો. હિંદના ખૂણે ખૂણેથી અવાજ ઊઠતા હતાઃ ‘લક્ષ્મીને હિંદ આવવા દો.’ અને