પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


[૫]

શ્રી. એસ. એ. આયર


[પ્રચારમંત્રી: આઝાદ હિંદ સરકાર]


વિનાશની પ્રચંડ સામગ્રી ધરાવતા હોવા છતાં, પ્રલય સર્જવાને ઉત્સુક એવી પ્રચંડ માનવ તાકાત મોજૂદ હોવા છતાં, વિજય પ્રાપ્ત કરવાને, પોતે જે વિનાશની ભેટ આપી રહ્યો છે એ ભેટ આપવાને તે હક્કદાર છે એમ સમજાવવાને માટે, પ્રચારકલાની આવશ્યકતા, જગતના હરકોઇ માંધાતાને, હરકોઇ સામ્રાજ્યને, ગમે તેવી બાલિષ્ટ તાકાતને, પણ સ્વીકારવી પડી છે. વિજ્ઞાને જેમ સંહારક શક્તિના નવાં નવાં આયુધો જગતને આપ્યાં તેમ પ્રચારકલાએ, જુઠાણાંઓ, ભયંકર જુઠાણાંઓ અને એ જુઠાણાંઓ દ્વારા, અસત્યને પણ મહા સત્ય તરીકે ઠસાવી દેવાની શક્તિ આપી છે.