પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
નેતાજીના સાથીદારો
 

યુદ્ધમાં વિજેતા થવાને, દુશ્મન પ્રજાના નૈતિક બળને તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગઈકાલ સુધી જેઓ જે પ્રજાની, જે રાષ્ટ્રની અને જે રાષ્ટ્રના અધિકારીઓની કદમપોશી કરવામાં ગૌરવ માનતા હોય, તેઓ બીજે દિવસે એ પ્રજા, એ રાષ્ટ્ર અને એ રાષ્ટ્રના અધિકારીઓની ભયંકરમાં ભયંકર નાલેશી કરીને, જગતનો પ્રજામત પોતાને પક્ષે ખેંચવાનો પ્રયાસ કરવામાં ગૌરવ લે છે. જગતમાં આજે પ્રચાર કલાને હસ્તગત કરવાની સ્પર્ધા જાગી છે. કોણ વધુ ભયંકર અસત્યોને સત્ય તરીકે ઠસાવીને પ્રજાના જુસ્સાને જાગ્રત કરી શકે છે, એ આજના યુગમાં અગત્યની વસ્તુ થઇ પડી છે.

હમણાં જ પૂરા થયેલા વિશ્વવિગ્રહમાં આ પ્રચારકલાએ ઓછો ભાગ ભજવ્યો નથી. પ્રજાના નૈતિક બળને ટકાવી રાખવાને અને હિટલર ને તેના સાથીદારો પ્રત્યે પ્રજાના દિલમાં નફરત જાગે, ધિક્કારની લાગણી જન્મે એવી જાતનો પ્રચાર આપણે જોયો છે. નાઝીઓને આપણા પૂરાણા કાળના લોહી તરસ્યા રાક્ષસો કરતાં પણ વધુ ભયંકર રીતે આપણી સમક્ષ ચીતરવામાં આવ્યા હતા. એ નાઝીઓ પ્રત્યે, યુદ્ધ પહેલાં બ્રિટન કેવું વલણ ધરાવતું હતું એ તે સૌ કોઈ જાણે છે.

જેમ આપણે ત્યાં હિટલર વિરુદ્ધનો પ્રચાર હતો, તેવી જ રીતે હિટલરના દેશમાં બ્રિટન અને તેના સાથીદારો વિરુદ્ધ પણ એવો જ પ્રચાર ચાલતો હતો. જૂઠાને વધુ પ્રચારની જરૂર છે એવી એક લોકોક્તિ આપણે ત્યાં પ્રચલિત છે, અને એના સમર્થનમાં આાજની પ્રચારકલાને સહેજે રજૂ કરી શકાય.

પરન્તુ આપણે દૂરની વાત ન કરીએ અને આપણા જ સામ્યવાદી બિરાદરોએ યુદ્ધકાળ દરમિયાન નેતાજી વિરુદ્ધ જે પ્રચાર કર્યો હતો, તેને જ યાદ કરીએ તો આપણને જણાશે કે પ્રચાર