પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિકૃતિ કે પ્રકૃતિ ?
167
 

છેલ્લી પાટલી ઉપર એક ગોળ, નમૂછિયું, ઘઉંવર્ણું, નમણું, ગમગીન, તલસાટભર્યું મોં જોઈ રહ્યું હતું. જુવાનોમાં ટીખળ ચાલ્યું: “આ શું ?”

"તારામૈત્રક.”

"વિચિત્ર દોસ્તી.”

“અજાણ્યો બને છે કે ?” બે જુવાનોએ બેન્ચની નીચે ધબાધબી આદરી.

"શાનો અજાણ્યો ?"

“હાઈસ્કૂલમાં તું અને સૌભાગ્યચંદ્ર એકબીજા સારુ ઓછું ઝૂરતા'તા ?”

"ને તું...."

“બસ કર હવે.”

“પણ નિરંજન જેવાને આ શું થયું ?”

"કહેવાય છે કે એ તો તરતમાં પરણવાના છે.”

“પ્રેમમાં મોટી હતાશા પામ્યા કહેવાય છે"

“પણ બીડી ફૂંકનારા લાલવાણી પર શાનો પ્રાણ પાથરે છે ?”

બાંકડે બાંકડેથી આ કૌતુક નિરંજન-લાલવાણીના દ્રષ્ટિ-મેળાપનો પીછો લઈ રહ્યું. બાંકડે બાંકડેથી ચિઠ્ઠીઓની આવજા થઈ રહી, ને નિરંજન એ બાંકડા તળે ચાલતા આંદોલનથી અજાણ પણ ન રહ્યો.

એ હંમેશાં વ્યાખ્યાનો પૂરાં કરી પોતાના મુકામ પર જતો, ત્યાંથી એ બારીમાં ઊભો ઊભો લાલવાણીના આવવાની વાટ જોઈ રહેતો. પા કલાક, અરધો કલાક, કલાક ને કોઈ કોઈ વાર તો બબ્બે કલાક.

વિદ્યાર્થીઓ પ્રથમ ચકિત, પછી સ્તબ્ધ અને છેલ્લે છેલ્લે ટીખળી બનવા લાગ્યા. જાસૂસી ચાલી. નિરંજન-લાલવાણીના વિષયે વિદ્યાલયને વ્યાપી દીધું.

નિરંજને તલસાટભરી કવિતાઓ લખવી શરૂ કરી – લાલવાણી ઉપર.

ને લાલવાણીને મોડી રાત સુધી જગાડી પાઠ પાકા