પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભર્યો સંસાર
181
 


"એ પ્રદેશ – " નિરંજન નવાઈ પામ્યો.

“હા, પ્રેમનો પ્રદેશ.”

“એટલે?”

“એટલે અમારું થનારું લગ્ન તે પ્રેમલગ્ન નથી.”

"પ્રેમ વગર લગ્ન ?”

"પ્રેમ વગરનું લગ્ન, માટે જ એ લગ્ન ટકાઉ બનશે.”

“પ્રેમને સ્થાને?"

“સહાનુભૂતિઃ સહાનુકંપા: સુખદુઃખમાં સહભાગીપણું.”

નિરંજન આંખો ચોળી રહ્યો.

“સુધીર ! આંહીં આવ તો !” પેલા છોકરાને બોલાવીને સુનીલાએ નિરંજનને કહ્યું, “આનું મોં જોયું ? અણસાર કોના જેવી છે ?”

"કોના જેવી ?”

“તમારા જેવી.”

નિરંજનને રમૂજ થઈ. એણે કહ્યું: “એના બાપુજી સાંભળી જશે. તો લાકડી લેશે.”

“તો દસ વાર હું એ જ વાત કહેતી દસ લાકડીઓ ખાઈ લઈશ.”

નાહીને પેલા પુરુષ બહાર નીકળ્યો. સુનીલાએ કહ્યું: “આ સુધીરની મુખમુદ્રા આમને મળતી છે એમ હું કહું, તો તમે લાકડી લેશો ખરા?”

"લઉં તો ખરો. પણ સામી લાકડી ખાવી પડે તેની બીક છે ને !"

"પણ તમે જ કહો ચહેરા મળતા છે કે નહી ?”

“હો કે ન હો તમને લાગે છે તેટલી મારા આનંદની વાત. મિત્રનું સંભારણું રહેશે તો તમે ઝટ મારું ઘર નહીં છોડો. મારી તો એ મતલબની વાત.”

“ઘર મારું કે તમારું ?”

"તમારું કહો તો તો પાડ જ માનું ને !”

“હું તો એમ કહું છું કે સુધીરનો ચહેરો જ્યાં સુધી આમના મોંને