પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તોડી નાખું?
187
 

બળતી બત્તીવાળી એક બારી પર એ ડોકાયો. ખુરસી પર બેઠાં બેઠાં ટેબલ પર માથું ઢાળીને પડેલું એ લાલવાણીનું શરીર હતું. હોસ્ટેલનું એ પછવાડું હતું.

નિરંજન ચોર બનીને એ મોં જોતો હતો ત્યારે એની આંખોમાંથી કયો વિરહભાવ ટપકતો હતો? માતાનો, બહેનનો, પતિનો કે પત્નીનો ? કોને માલૂમ !

ઓચિંતું એ સૂતેલું માથું ટેબલ પરથી લસર્યું, ને પડતા શિશુને ઝીલવા નેતા હાથ લંબાવે તેમ નિરંજને હાથ બારીના સળિયામાં પરોવ્યા. પણ સળિયાએ હાથને ચોર કહી અટકાવ્યા.

માથું ઝટકોરાતાં જ લાલવાણી જાગ્યો. બારી ઉપરથી કોઈ જીવતું માનવી અથવા પ્રેત સરી જતું ભાસ્યું. તે ચીસ ન પાડી શક્યો.


42
તોડી નાખું?

બાકીની રાત નિરંજને શહેરને ચક્કર જ માર્યા કર્યું. સુનીલાના ઘર સામે ઘણી વાર જોયું. આનંદ પામ્યો. સુનીલાએ લાગણીઓના જગતની ઠીક વહેંચણી કરી નાખી! સહાનુભૂતિમાંથી એક સંસાર ઊભો કરીને તેનો કિલ્લો બાંધી એ તો સુરક્ષિત બેસી ગઈ.

ને વાસના-જગત એ કોને સોંપશે? શું એક વાર મારા પર પ્રેમ ઢોળીને એણે સદાની તૃપ્તિ સાધી લીધી? કે શું એનો દેહ સદા મોકળો, પ્રેમના પિંજરમાંથી વિમુક્ત. તલસાટોના પાષાણો પર પછડાતાં ધોબીનાં કપડાંની હાલતને અવગણતો, ક્ષુધા વ્યાપશે ત્યારે ખોરાક મેળવી લઈને મસ્તાન ભમશે?

એનું એ જાણે. એ જીતી છે. મનેય એણે જિતાડ્યો છે. એણે