પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૬૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવો તણખો
55
 


“બસ.”

"બીજો કશો ઇતિહાસ નથીને?”

“નહીં.”

“લેખકની કોઈ ક્રાંતિકારી કાવતરાબાજી છે?”

“ખબર નથી. કહો તો તપાસ કરાવું.”

“બસ થયું. તમારી રાજદ્વારી ઘ્રાણેન્દ્રિય કશીક દવા માગતી હોવી જોઈએ. ને તમે 'ઇતિહાસ’ શબ્દ વિવેક વગર વાપરો છો.”

"મને તો એ વાર્તા ઠીક લાગેલી, પણ સાહેબ, આપની જ અપ્રસન્નતાથી ડરીને મેં એ નામંજૂર કરેલી.”

“મારી અપ્રસન્નતા?”

"હા જી.”

“મારી વિવેકબુદ્ધિ પર તો તમે આક્ષેપ કરો છો, સાથે તમારી પ્રમાણબુદ્ધિનુંય તમે દેવાળું કાઢી રહ્યા છો!”

“પણ પણ –”

“સાંભળો. જવાબ આપો. અમને હિંદની ભૂમિ જિતાડનાર કોણ? જાણો છો?”

"હા જી, હિંદી વીરબચ્ચાઓ.”

"ને હિંદનો આત્મા અમારા ચરણો તળે છૂંદાવનાર કોણ, જાણો છો?”

પ્રોફેસર નિરુત્તર રહ્યા.

"તમારા વિદ્વાનો, સાહિત્યકારો, શિક્ષકો ને પ્રોફેસરો; જેમાંના તમે પણ એક છો."

"દરગુજર ચાહું છું.”

"જરા બેસો, પ્રોફેસર.”

પ્રિન્સિપાલે બતાવેલી સામેની ખુરશી પર પ્રોફેસરે બેઠક લીધી.

“હવે એક જ વાત કહી લેવા દો મને. તમારા જેવાઓએ હિંદને તો અમારી પાસે ચગદાવી નાખ્યું, પણ તમે એથી વધુ મોટો જે દ્રોહ