પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વંટોળ
89
 

આજે આપણી પાછળ પેલાઓમાંથી કોઈએ હાસ્ય કર્યું નહીં.”

"હં.” સુનીલાએ ટૂંકોટચ ઉત્તર આપ્યો.

“વાતાવરણ બદલાઈ જતું દેખાય છે.”

સુનીલા કશું બોલી નહીં.

"હવે એ વાતાવરણને હાથમાં લેવાનો મોકો છે. કૉલેજ-જીવનની કેટલીય ગંદકીને ધોઈ સ્વચ્છ કરી શકાશે. કૉલેજની તમામ પ્રવૃત્તિઓમાંથી સૌ પહેલાં તો પ્રોફેસરોનો ટાંટિયો કાઢી નાખવાની જરૂર છે. અને સામુદાયિક આત્મશાસન પણ કંઈ સહેલું નથી. ધૂર્તો, વાચાલો, ખાયકી કરી જાણનારાઓ જ સહેલાઈથી પ્રતિનિધિઓ બની બેસે છે. કામ અટપટું ને મૂંઝવનારું છે. પણ તમારો સાથ હશે તો શું નહીં બની શકે?”

સુનીલાએ મૌન તોડ્યું: “તમારે આ છેલ્લી ટર્મ છે ને?”

“હા.”

“બે'ક વધુ વર્ષો ગાળવાની સગવડ છે?”

"કેમ એમ બોલો છો?”

“કેમ કે કૉલેજ-જીવનને પાવન કરવા તમારે એટલો સમય તો જોઈશે જ.”

નિરંજન મૂંગો રહ્યો.

સુનીલાએ કહ્યું: “વધુ વર્ષ રહેવું હોય તો માર્ગ છે.”

"શો?'

“મારા જ હાથમાં છે.”

“પણ શો માર્ગ?”

“દીવાનકાકા તમને તમે કહો તે ખર્ચ દેવા તૈયાર છે. તમારે ફક્ત એક જ વાતનો સ્વીકાર કરવાનો છે.”

“સુનીલા, આવી મશ્કરી મને પસંદ નથી.”

“તો પછી બીજાઓને સુધારી નાખવાની મહત્ત્વાકાંક્ષા છોડીને પરીક્ષા માટે તૈયારી કરો. આમ નવલકથાનું જીવન ક્યાં સુધી