પૃષ્ઠ:Nitya Manan.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

अगर हम सच्चा जीवन व्यतीत करना चाहते हैं तो मानसिक आलस्य छोड़कर हमें मौलिक विचार करना होगा । परिणाम यह होगा कि हमारा जीवन बहुत सरल हो जायगा ।

१४-१-’४५
 

આપણે સાચું જીવન ગુજારવા માગતા હોઈએ તો માનસિક આળસ છોડીને આપણે મૌલિક વિચાર કરવો જોઈશે. પરિણામ એ આવશે કે આપણું જીવન બહુ સરળ થઈ જશે.

૧૪-૧-’૪૫
 

ज्ञानीने हमें मुसाफ़िर कहा है । बात सच्ची है । हम यहाँ तो चंद रोज़के लिए हैं । बादमें ‘मरते’ नही, अपने घर जाते हैं । कैसा अच्छा और सच्चा खयाल !

१५-१-’४५
 

જ્ઞાનીઓએ આપણને મુસાફર કહ્યા છે. વાત સાચી છે. અહીં તો આપણે થોડા દિવસ માટે છીએ. પછી ‘મરતા’ નથી, આપણે ઘેર જઈએ છીએ. કેવો સરસ ને સાચો વિચાર !

૧૫-૧–’૪૫
 
૩૪