પૃષ્ઠ:Nitya Manan.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

अगर सब समय भगवान् का है तो हम एक क्षण भी निकम्मी क्यों जाने दें ? अगर हम भगवान् के हैं तो हमारे शरीरका एक हिस्सा भी मौजशौक़में क्यों दें ?

१८-१-’४५
 

જો બધો સમય ભગવાનનો હોય તો આપણે એક ક્ષણ પણ નકામી કેમ જવા દઈએ ? આપણે ભગવાનના હોઈએ તો આપણા શરીરનો એક ભાગ પણ મોજશોખમાં કેમ આપીએ ?

૧૮-૧–’૪૫
 

अनासक्त कार्य शक्तिप्रद है, क्योंकि अनासक्त कार्य भगवान्-भक्ति है ।

१९-१-’४५
 

અનાસક્ત કાર્ય શક્તિ આપનારું છે, કારણ કે અનાસક્ત કાર્ય એ ભગવાનની ભક્તિ છે.

૧૯-૧–’૪૫
 
૩૬