પૃષ્ઠ:Nitya Manan.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

मनुष्यकी प्रतिष्ठा उसके दिलमें — हृदयमें है, नहीं कि उसके मस्तिष्कमें, यानी बुद्धिमें ।

३-२-’४५
 

માણસની પ્રતિષ્ઠા તેના દિલમાં — હૃદયમાં છે, નહીં કે તેના મગજમાં એટલે કે બુદ્ધિમાં.

૩-૨-’૪૫
 

धर्म वह है जो सब धारण करता है, यानी सब हिस्सेमें सब समय जीवनमें ओतप्रोत है ।

४-२-’४५
 

સર્વને ધારણ કરે તે ધર્મ, એટલે કે ધર્મ દરેક અવસ્થામાં ને દરેક સમયે જીવનમાં ઓતપ્રોત છે.

૪-૨-’૪૫
 

धर्म कुछ जीवनसे भिन्न नहीं है, जीवन ही धर्म माना जाय । बगै़र धर्मका जीवन मनुष्य-जीवन नहीं है, वह पशु-जीवन है |

५-२-’४५
 

ધર્મ કંઈ જીવનથી ભિન્ન નથી, જીવનને જ ધર્મ માનવો જોઈએ. ધર્મ વગરનું જીવન મનુષ્યજીવન નથી, પશુ જીવન છે.

૫-૨-’૪૫
 
૪૩