પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૦

(નિશાણી પેડી.)
આ શુભ ટાણે આનન્દ વરસતાં
વાજે વાદ્ય અનેક સુરસ, ત્ય્હાં
દીન જનોનાં રુદન જ છાનાં
સુણો ભૂપ દયાભીનો.

આ વિશાળ ભારતદેશ વશેલા
કોટિ કોટિ જન હૃદય છૂપેલા
ભાવો ઊંડા પ્રેમતણા તે
વાંચી લેશે પ્રમીલો. ૧૦

એ રાજતણો અધિરાજા આજે
ભારતસિંહાસને વિરાજે;
તેથી અધિક સિંહાસન રૂડું
પ્રજાહૃદયમાં સ્થાપીને; ૧૧

સામ્રાજ્યમુકુટ શિર ધારણ કરતો,
રાજવિભવ તે ક્ષણ વીસરતો,
હૃદય વશેલા પ્રજાજનોને
રીઝવશે સુખ આપીને. ૧૨

ને પ્રજાજનોની ઊંચી આશા
પૂર્ણ જ કરવા ઉત્સુક રાજા
કીર્તિ અચળ મેળવશે મોંઘી
પ્રેમસાંકળી સાંધીને. ૧૩