પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૨
જીવન.
  • (લાવણચમચી.)

રજનિ-ઉષાના પ્રદેશ મચ્ચે ક્ષિતિજતટે લટકંત
તારક કો, ત્યમ માનવજીવન ઉભયલોક ઉપકંઠ
ભમતું જે કંઈ ભાસે.

વર્તમાન નિજ સ્વરૂપકેરા જ્ઞાન વિશે સહુ અન્ધ,
ભાવિ વિશે વળી વિશેષ ફાંફાં!–મ્હેતો કાળ અનન્ત
લઈ નિજ ૫ટ ઊભરતો.

x(લાવણી. )
લઈ જાતો એ તો અતિ દૂર
ઉદધિ માનવબુબુદ નિજ પૂર
પામતાં જૂના બુદ્‌બદ ભંગ
ઊગી નિકળે બીજા નવરંગ,
જમાનાકેરી ફેનિલ છોળ
રહે પછડાઈ જ્યહાં ઉલ્લોલ-

(લાવણ્યમયી.)
અને વિનાશે પડિયાં મ્હોટા રાજ્યતણં ખંડેર
સહજ સરંતા તરંગપેરે ઊછળે એ લઘુલ્હેર
સિન્ધુ એ અસીમ માંહિં.

____________________________________________

  • સ્વ. ભીમરાવકૃત “અરુણ તરુણ આ ઉદય થયો.”એ ચાલ.

x સ્વ. મણિલાલ દ્વિવેદીના “ઉત્તરરામચરિતની લાવણીના આરમ્ભની ચાલ.