પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૮


દુ:ખિત જગ ઉદ્ધારવા અવિરત કરતો ધ્યાન,
નિર્મિત સમય જ આવતાં, ભાવિ નિશ્ચય ફળશે મહાન;
વહાલી ! એ ધૈર્ય તું ધારે; ધીરજ. ૧૬(અનુષ્ટુપ)
રોતી રોતી પડી નિદ્રા-મહિ તોય નિસાસથી
ઊછળે ઉર, જાણે એ સ્વાપ્નવાણી પ્રકાસતી;-
"વેળ એ ! આવી વેળ એ! ” ૧૭

(વિષમ હરિગીત. )
એ સમે સિદ્ધાર્થ ઊંચા વ્યોમમાંહિ નિહાળતો,
ને, જો! શશી તહિંં કર્ક રાશિમાં રહ્યો છે વિરાજતો,
ને ગ્રહો ચિરકાળ પૂર્વે ભાખિયા ક્રમમાં ઊભા,
વધતા જ:-“આવી રજનિ એ! ઉદ્ધારવા જન જે ડૂબ્યા; ૧૮

માર્ગ વર્ય પુણ્યનો કે જગતકેરી વિભૂતિનો,
આ ક્ષણ જ નિર્ણય કઠિન કર્ય સુખદુઃખકેરી પ્રસૂતિનો;
રાજને અધિરાજ બનીને આણ નિજ વર્તાવવા,
કે મુકુટગૃહ વિણ્ શૂન્ય ભટકી જગતને જ બચાવવા” ૧૯