પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૫


ગદ્‌ગદ ગાતી સરિત શિલામાં, પંખી વનમાંહિ ગાય,
એ થકી ઊંડું સુરધનુના ને કુસુમતણા રંગમાંહ્ય રે
ગાન ગુઢું બતાવું. ૧૧

સિન્તધુતણું ગાન ગૂઢ ગણે તું, તેહ અરણ્યસમીર
નિજ વીણામાં ઝીલી ગજવતો, ને જળધોધ સુધીર રે;
હેના ભેદ બતાવું. ૧૨

શ્યામ રજનિમાં વ્યોમપટે જે અણગણ તારકવૃન્દ
ચમકી રહ્યાં, ત્યહાં નાદ અનાહત નિત્ય વાજી રહ્યો અતિ મન્દ રે,
તેહ આજે સુણાવું. ૬

સરિત, સમીર, અને પંખીગણ ગાન સનાતન ગાય;
સુર ત્હેના બની નાદ અનાહત જગદીશચરણ રેડાય રે,
ભેદ તે હું બતાવું. ૧૪

જીવનપંથ વિચરતાં મનુજ કંઇ નિત્ય સહે સુખશોક,
હસિતરુદિતનાં ગાન અમોલાં,જે'ના ધ્વનિ પડતા દિવ્યલોક રે,
ભેદ ત્હેનો બતાવું. ૧૫

અનન્તકોટિ બ્રહ્માણ્ડતણો ગણ જાતો અનન્તત્વ પાર,
અન્તિમ લક્ષ્ય ભણી નૃત્ય કરતો ગૂઢ સંગીતને અનુસાર રે,
ગાન તે હું ગજાવું”. ૬