લખાણ પર જાઓ

પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૭


(અનુષ્ટુપ )
જોઈ આ રચના દૈવી જન્મમાં ના દીઠી કદી,
સહસા હર્ષના વેગે યાચતો હું ઉલ્લાસથી.૨૧

  • (ડુમરી, ખમાચ જિલ્લાની.)

“અતિ અદ્ભુત આજ દીઠી લીલા શી દૈવી ગાન મનેહરની
ઓ દેવી ! પૂર્‌ય મનોરથને, ફળજો મુજ આશ નિરન્તરની.
અતિ અદ્ભુત૦ ૨૨

બ્રહ્માડતણી વીણા વાજે, ને સુર ઊપજે ત્યહાં જે છાના,
તે સુરસંગે, ઓ દેવી! આ સુર મેળવ્ય મુજ ઉરવીણાના.
અતિ અદભુત”૦ ૨૩

(અનુષ્ટુપ )
વદી દેવી –“અહો વત્સ ! થઈ આજે પ્રસન્ન હું
આપું માગ્યું ત્હને પ્રેમ, મનુજો માંહિ ધન્ય તું.૨૪

વીણા ત્હારી હતી સોંપી જગમર્કટને જ ત્હેં
બગાડી તાર નાંખ્યા એ ક્રીડાશીલ જ વાનરે’.૨૫

(સોરઠો.)
એમ વદીને હાથ ઉરવીણા મુજ લીધી છે,
મેળવિયો શુભ ઠાઠ તન્ત્રી કેરો દેવિયે.૨૬

__________________________________

  • બિહાન આયે રામ જનકપુર દશરથજી કે લાલા રે'–એ ચાલ.