પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૫


તેહ ન્હાનકડા ને સુરેખ, આજ ચરણ થયા મન્દ છેક;
દુઃખભારે અલસગતિ જાય રાણી યશોધરા ક્ષીણુકાય.૨૦

અરુણોદયકેરી જ્યોતે રજનીતણી શાન્તિ ઉદ્‌દ્યોતે
ઘેરા તિમિર મહિંંથી નિકળતાં જે'વાં રવિકિરણો ઝળહળતાં, ૨૧

હેવાં પૂર્વે હતાં જે લોચન, જ્યોતિર્હીંન થયાં આ ક્ષણ;
પ્રેમદીપ હોલાયા એ આજે, પૂર્વ દીપ્તિ ન ત્હેમાં વિરાજે.૨૨

પક્ષ્મ રેશમ સરીખાં ઢળિયાં,નેનબિમ્બ ઉપર જઈ પડિયાં
લક્ષ્યહીન લોચન એ ભમંત, નવ નીરખે વિલસંત વસંત.૨૩

એક કરમાંહિ કૌક્તિકદામ ધારી સિદ્ધાર્થની અભિરામ;
રાખી સંઘરી જેહ જતનથી, જેહ રાતે એ પળિયો ભવનથી;-૨૪

અહા વિષમય કે'વી એ રાત્ય, અશ્રુપૂર્ણ દિનોતણી માત;
પ્રેમપાત્ર ઉપર બન્યો ક્રૂર, પૂર્વે કો દીઠે પ્રેમશૂર ?૨૫

હેવી નિર્દયતા પ્રેમકેરી કળી કોણ્ સકે જ અનેરી?
ઈહજીવનબન્ધન માંહિ પ્રેમ પૂરવો રુચ્યો હેને નાહિં– ૨૬

અન્યકર-અંગુલીએ વળગ્યો, હીંડે દિવ્ય સૌન્દર્યે ઝળકયો
નિજ સુત ન્હાનકડો અલેતો, થાપણ સિદ્ધાર્થનાથની એ તો. ૨૭

નામ રાહુલ જે'નું રસાળ, વર્ષ સાતતણો દિવ્ય બાળ;
હર્ષભરિયો નિજ માતની સોડેપગપ્હાનિયે દડબડ દોડે.૨૮