પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૮


(વલણ.)
નાથ આવતિ સાંભળી હરખે ઘેલી નાર
ઝટ ઊઠી તાળી વગાડતી હતી તેણી વાર રે.૪૧
(ગરબી x )
તેણીવારે ઊઠી નાર હરએ ઘેલી રે,
નેન જળબિન્દુની હારય પાંપણ્ય રેલી રે,૪૨

રક્ત ઊછળતું આનન્દ ભેર શું રગરગમાં રે,
જેવી ઊછળે ગંગાસેર પીગળી હિમનગમાં રે.૪૩

બોલી વચન જ એ તત્કાળ ભર ઉત્કંઠે રે;-
“ઝટ બોલાવો આ ઠાર વણિક એ બંને રે;૪૪

મુજ શ્રવણ તૃષિત અત્યન્ત થયા છે આજે રે,
આ હેમણે શુભ જે ઉદન્ત તેહ-પાન કાજે રે. ૪૫

જાવ અન્ત:પુરમાં લાવે ભલા વ્હેપારી રે,
વળી આટલું તેમને ક‌હાવો,-જે ;વાત ત્હમારી રે ૪૬

જે ઠરશે સાચે સાચી, ઓ વ્હેપારી રે,
તો રાણિ તમપર રાચી ગ્રન્થિ ત્હમારી રે ૪૭

____________________________________________

x 'અમદાવાદ નામે આ જ શહેર છે સારું રે’ એ ચાલ.