પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૩


પુરુરવ-
( ઉધોર.)
"વ્હાલી ! નામ વનનું છોદય,
મુજને લઈ ઉચે દોડય;
પાછી બની લતા તું જાય,
એ તે ના ફરી રહેવાય.”૧૦

ઉર્વશી
(ગીતિ )
“સંગમનીય મણિ ઘર્યો કંઠે, કયમ વીસરો ત્હમે ભ્રમથી ?
વિરહ ન ફરી ખમવાનો કાન્ત! હવે ગતિ ઘરો જ મનગમતી."૧૧

પુરૂરવ
( અનુષ્ટૂપ )
"કય્હારે મોઘો મણિ મ્હારો ખોવાશે–જાણું ના કંઈ;
પ્રતિષ્ઠાન ભણે વ્હાલી ! સંચરાવ્ય વિમાનને ” ૧૨
 
ઉર્વશી
(દ્રુત્તવિલમ્બિત )
“નગર પેલું પડયું ઘન નીંદરે
પ્રિય! જુવે કંઈ સ્વપ્નસમું તરે;
ધુમસનું પટ આછું ઉર ધરે,
વિમલ ચાંદની ત્ય્હાં રમતી ફરે.” ૧૩