પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૭


चातुर्वण्यं मया सृष्टं गुणकर्मविभाज्ञः

( ગીતા, અ. ૪, શ્લો. ૧૩. )

આ પ્રકારનાં બીજા અનેક વચનો છે.

કડી ૭ — “सत्यमेव जयते ગજવજો.”

અહિં स त्य मेव जयते ગજવજો-એમ તાલ આવશે. (स ની બીજી માત્રા ઉપર અને मे ની પ્હેલી માત્રા ઉપર તાલ.)

ઉદ્‌બોધન—૨. પૃષ્ઠ ૧૧–૧ર.

પ્રથમનું ઉદ્‌બોધન કૉનફરન્સના આરમ્ભ વખત ગવાયું હતું; આ બીજું ઉદ્‌બોધન એ કૉનફરન્સના અંગે થયેલા સોશિયલ ગૅધરિંગમાં ગવાયું હતું.

આ ગીત ખમાયચ રાગમાં ગવાય છે; તાલ દીપચંદી.

કડી ૫, પં.–૪.

सत्यमेव जयते; અહિં તાલ આ પ્રમાણે છે :—

सत्यमेव जयते ( स मे ते સર્વેની પ્રથમ માત્રા ઉપર ની તે એક માત્રા છે; (પછીના સંયુક્તાક્ષરને લીધે) બે માત્રાને છે, પરંતુ હેને ટૂંકાવી એક માત્રાનો લેતાં પ્રથમ માત્રા ઉપર તાલ એમ કહેવાની જરૂર નથી; બે માત્રાનો લઈયે તો તે બીજી માત્રા ઉપર તાલ ગણવો.