પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૧


તે ઉપરથી — આ વિચાર વિકસાવ્યોછે. પ્રેમપાત્ર શિવાય અન્ય કોઇનું ભાન ના રહે તેવા લય (તલ્લીનતા–હૃદય, આત્માની પરસ્પરમાં ડૂબવાની સ્થિતિ) નો સારરૂપ—પ્રેમ. પ્રેમનું તત્ત્વસ્વરૂપ આ અનન્યલય. આમ ભાવાર્થ છે.

પંક્તિ ૭ — મોહની માયા — faery power ને ચરિતાર્થ આ શબ્દોમાં મૂક્યોછે; faery શબ્દનું યથાર્થ ભાષાન્તર થવું કઠણ છે.

કડી ૪ — પ્રેમ અને કીર્તિ ઉભય ગંભીર શૂન્યમાં (નાસ્તિપણામાં વિનાશમાં, શૂન્યકારમાં) ડૂબી જતાં હું દેખું છું;— આમ અન્વય છે.

મૃત્યુનું મરણ પૃષ્ઠ ૪૫–૪૬

Marie Corelli (મારી કૉરેલી) નું છેલ્લું નૉવેલ, નામે Life Everlasting વાંચ્યા પછી એક મિત્રની સૂચનાથી આ કાવ્ય પ્રેરાયલું છે. એ મિત્રે ‘મૃત્યુ મરી ગયું રે લોલ’ એ ધ્રુવપદ સૂચવ્યું અને કહ્યું કે એ બીજ લઈને કાવ્ય રચાય તો ઠીક. થોડા દિવસ પછી મહાબળેશ્વરના પ્રેરણાજનક સ્થાનમાં આ કાવ્ય તરત રચાયું.

આ કાવ્ય વિશે દક્ષિણમાં એક મિત્રની સુશિક્ષિત પુત્રી જોડે વાત કરતાં મ્હને હેણે નીચેનો તુકારામનો અભંગ બતાવ્યો :—

मरण माझें मरओन गेलें । मज केलें अमर ॥ १ ॥
ठाघ पुसिलें बुड पुसिलें । बोस बसलें देहभावा ॥ २ ॥
आला होता घेला पूर । धरिला धीर जीवनीं ॥ ३ ॥