પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૮

કરાય નહિં હેવી (અપ્રમેય દશા); કેવળ માનસ પ્રત્યક્ષથી જ અનુભવાય, બીજી રીતે પ્રમાણથી સિદ્ધ કરી બતાવાય નહિં માટે અપ્રમેય.

શ્લોક ૧૩, ચરણ ૩ , ભિન્નભાશી-નિર્વાણથી ભિન્ન ભાસતા; નિર્વાણના સ્વરૂપના વિરોધી જેવા જણાતા.

શ્લોક ૧૫, ચરણ ૧. દૂકુલ = રેશમી ઝીણાં લૂગડાં.

શ્લોક ૧૬. ચાંદનીમાં પ્રવેશ કરીને સરતી નૌકા તરફ નિર્દેશ કરીને બુદ્ધ્ કહે છે-એ નૌકાના સરખી ત્હારી મધુર મૂર્તિની સ્થિતિ હતી; જેમ શ્લોક ૬ માં નૌકા વિશે કહ્યું છે કે એ ચન્દ્રની સમાધિનો ભંગ કરતી નથી, પણ ઉલટી પોતે જ ચન્દ્રની સ્થાન્તિથી રંગાયછે, પોતાનું નૌકારૂપ ક્ષણુવાર લુપ્ત થઈ જઈને ચાંદની જોડે એકરૂપ થઈ વિલીન થતી જણાય છે તેમ ત્હારી મૂર્તિ મ્હારા નિર્વાણમાં પ્રવેશ કરતાં દિવ્યતા પામી એકરૂપ થઈ ગઈ. આ એકરૂપતા, નિર્વાણનો ગુણ પ્રાપ્ત કરી તદ્‌ગુણતા પામવાની સ્થિતિ નીચે છે.

શ્લોક ૧૭. નિર્વાણરૂપી ચાંદનાના સિન્ધુજળમાં ત્હારી મૂર્તિ સરતી જણાઈ તેથી નિર્વાણમાં ભંગ ના થતાં, તું જ નિર્વાણને દિવ્ય અંગ બની રહી. નિર્વાણને ચાંદનીનું રૂપક આપી, ત્હેને જળનું રૂપક વળી આપ્યું છે, તે ચાંદની અને સિન્ધુ જે પ્રત્યક્ષ હતાં ત્તેના મિશ્રુ૫નું કાંઇક અનુલક્ષણ કરે છે.

શ્લોક ૧૮, ૧૯,

પૃથગ્‌જન અજ્ઞાન, પામર જન. ઉપર વિવેચનમાં पृथुज्जन