પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૯

કહ્યા તે. અરિહન્તથી ઉતરતા દરજ્જાના માર્ગસ્થોને પણ આ પ્રકારના દિવ્ય અનુભવ ના જ થાય તે પછી માર્ગમાં પ્રવેશ જ ના કરેલા પામર જનની તે ગતિ જ શી?

પોતાને અનુભવગમ્ય નહિં તેથી પૃથગજનો હેવા બાહ્ય્બહારથી જણાતા–નિર્વણમા ભંગની નિન્દા કરે, નિર્વાણમાં ભંગ થયો કરીને નિન્દે, એ સ્વાભાવિક છે. પર્વતના શિખર ઉપર પ્હોચ્વાની શકિત તળેટીમાં કાયમના કળણમાં ચ્હોટેતેલા માણસોમાં થાય જ નહિં, એટલે શિખર ઉપરથી જણાતા સૌન્દર્યની કલ્પના હેમને થાય જ નહિં..

ઘુવડ–૫૪ ૪૮–૫૫.

આ કાવ્ય “વસન્ત’ (વૈશાખ સંવત ૧૯૬૩) માં પ્રગટ કર્યું તે વખતે નીચે પ્રમાણે એક ટીપ આપી હતી"-

“એડગર એલન પો નામના અમેરિકન કવિનું " The Raven” નામનું કા૫, કોલેજમાં હું ભણતો હતો તે વખત એકવાર સાંભળ્યું હતું; એક અંગ્રેજ નટે એ કાવ્ય કહી સંભળાવ્યું હતું. તે પછી એ કાવ્ય મહારા જોવામાં આવ્યું નથી. પણ હેના સંસ્કાર અત્યન્ત ઝાંખા હોવાને લીધે માત્ર તેની કલ્પનાને આધારે આ કાવ્ય રચાયું છે. તેથી હેની જોડે વિશેષ સમાન અંશ નહિ આવે.”

આ લખ્યા પછી કેટલીક મુદતે The Raven કાવ્ય વાંચ્યું;, અને તે વાંચ્યા પછી ઉપરની ટીપમાંના છેલ્લા વાક્યની ટીકા સાચી. પડી લાગે છે. The Raven કાવ્યનો સર્વે વિષયભાર-મધ્યબિન્દુ

"Never more ” ( કદી નહિં) છે; અને “ઘુવડ” કાવ્યમાં