પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૫


અંશનો છે. હરિગીત છંદનો પ્રાણભૂત [૧] ‘દાલદાદા’ એ સંધિ છે. ત્હેનું નવીન સંયોજન હેવું થાય કે મૂળ હરિગીતથી ભિન્નતા અમુક અંશમાં આવે, તો જ નવીન છન્દ થવાનો અધિકાર પ્રાપ્ત થાય. ખંડહરિગીતના નમૂના તપાસતાં જણાશે કે આ વિલક્ષણતા હેમાં છે :—

વિશ્વદમતી શાન્તિ આ
હૃદયને ક્ષોભે ભરે


આ બે ચરણોને એકઠાં કરવા જઈશું તો મૂળ હરિગીત છન્દનું એક ચરણ નહિં બને, બેની વચ્ચે બે માત્રાનો કડકો ખૂટશે. આથી ઉલટું ઉદાહરણ જોઈયે :—

ક્યાં કુમુદની
કોમળ બની,


  1. X ઈ. સ. ૧૯૦૮ માર્ચના બુદ્ધિપ્રકાશનું પૃષ્ઠ ૭૮ જુવો. રા. કેશવલાલે હરિગીતનો સંધિ દાદાલદા કહ્યોછે. અને દાલદાદા એ રૂપેમાળી છંદનો સંધિ કહ્યોછે; પરંતુ હેમણે દલપતરામના હરિગીતનું ધોરણ લઈ તાલહીન બે માત્રા પ્રથમની ગણનામાં લીધી છે, પણ બંને સંધિ (દાલદાદા અને દાદાલદા એ બંને)નું અન્તર્ગત તત્ત્વ ઝંપાતાલનું છે તેથી બેને માટે એક જ સંધિ દાલદાદા એ યોજવો ઈષ્ટ છે; ખાસ એટલા માટે કે તાલથી જ સંધિ શરૂ થાય એ સ્વરૂપઘટના ઠીક છે.