પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૯


લાલ દલપતરામે નવીન અને સરસ રીતે દાખલ કર્યો છે, તે મહું અહિં સ્વીકાર્યો છે. તેનું સ્વરૂપ-શિખરણીના ચરણને પાછલો ભાગ માત્ર લઈ બે ચરણ હેવાં, પછી બે ચરણે આખાં શિખરિણનાં.

'ખંડહરિગીત' તથા “ખડશિખરિણી” એમ છન્દનાં નામ મૂકવાની જરૂર ગુજરાતી ભાષાને માટે ઉઘાડી જ છે. હસ્વદીર્ઘ નિયમિત રીતે લખનારી તથા બહુધા હમેશા અક્ષરમેળવૃત્ત વાપરનારી સંસ્કૃત ભાષાને તે પ્રકારની જરૂર નથી. માત્રામેળ છન્દો, તથા હેમાં સમાયેલા તાલ–એ અંશે ખાસ કરીને છન્દનું નામ મૂકવાની ફરજ પાડે છે. અને તેમ નામ મૂકવામાં હારી મદ્ બુદ્ધિને હાનભ લાગવા જેવું કાંઈ નથી જણાતું. નામ ના લખવાથી અનેકવાર હારી અલ્પમતિથી તે છન્દની ગતિ જ કેટલાક લોકાની રચનામાં પરખાતી નથી, અને અનેકવાર ભ્રમ થાય છે. ઉપર હરિગીત અને શિખરિણી બંને એક ચરણમાં દૃશ્યમાન થાય છે –પણું તાલભદે–તે દુષ્ટાન્ત બતાવ્યા છે તે ઉપરથી આ ટીકાનું સમર્થન થશે.

શ્લોક ૧ ચરણ ૩. કુહર = ગુફા, રજનિકુહર = રાત્રિનો અંધકારના ઊંડાણુવાળો આકાર, અંધકારવાળું આકાશનું ઊંડાણ.

પૂર્વાધ-અંધકારમાં તરતા તારાઓ તે જાણે ભુતાવળ હોય એમ કલ્પના છે.

શ્લોક ૫–૬

આ કલ્પના (Carlyle-કારલાઇલ–ના નીચેના વચન જોડે. સરખાવવા જેવી છે –