પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૪

એ કાવ્યમાં વ્યાપેલા નિરાશાના ભાવના ઉતાર તરીકે-આ કાવ્ય રચવાનો વિચાર થયો; પ્રથમ ચાર શ્લોક રચ્યા પછી વિચાર કર્યો; જુદું જ કાવ્ય પછીથી રચવું એમ ઠરાવ્યું. આમ ર૭–૨–૧૯૦૭ ને દિવસે ઠરાવ્યું (ઘુવડ કાવ્ય રચાઈ રહ્યું તા. ૨૪–૨–૧૯૦૭ ને રાજ; “વસન્ત” માટે મોક્લ્યું તા. ૨-૩-૦૭ ને દિવસે); તે પછી છે તે વર્ષના ડિસેમ્બરમાં ગૂઢકોકિલા' કાવ્ય હાથમાં લીધું, અડધું રચ્યું, અને પછી બીજા વર્ષના જાનમાં ( તા. ૮-૧-૧૯૦૮ ને દિવસે) પૂરું કર્યું. કાંઈક અગમ્ય કારણથી આ કાવ્યની યોજના મહને કહાં સુધી ગાઠી જ નહિં; બધુવડ”ના ધ્વનિ લાગઢ વાગ્યા કરતા હતા.

“ઘુવડમાં જેમ કદી નહિં” ના દુઃખમય સૂરો વડે ભાવગીત રચાયું છે, તેમ આ કાવ્યમાં ઉલ્લાસમય આશા-ભાવિકાળની આશા –ના રણકાર છે. “ઘુવડ”ના શ્લોક પ-૬ ની ટીકામાં Ryder Haggard નું વચન ઉતાર્યું છે; હેના સંધાણુમાંને નીચે ઉતારી આ ગૂઢkoકિલા” કાવ્યની અન્તર્ગત કલ્પના ઉપર પ્રકાશ આડકતરી રીત પાડશે: "And yet we believe that there is an answer, and that upon a time a new Dawn will come blushing down the ways of our onduring night." ("She "-Chap. X, Speculations, P. 119 ).

શ્લોક ૧-૨,

શ્લોક ૧ ચરણ ૨. ઉષાનાં તેજસ્વી કિરણ રચાય તે ઉષાનું કેશ સમારવું.