પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૬

શ્લોક ૩. પૂર્વાર્ધ–ઉપર કહ્યું તેમ શુક્ર અને ચન્દ્રકલા પાસે પાસે જણાતાં હતાં, તેથી એના લગ્નની કલ્પના અહિં કરીછે.

શ્લોક ૫. ચરણ

શ્લોક ૭. ચરણ પ. પરભૃત-પરભૃતા-એમ સમઝવું.

(બાકી ઉપર કહ્યું તેમ ગાય છે તે તો નર જ; પરંતુ આરંભથી માદા સ્વીકારી છે તેથી પરભૃતાનું ટૂંકું પરભૃત લેવાનું છે.)

ફૂલ વ્હેંચનારી, પૃષ્ટ્ઃ ૫૯-૬૦

માનવ જીવનમાં સુખમય ભાવ ભાવના પ્રેરનારી દિવ્ય કૃપા કે હેવી શક્તિને રૂપક આપી આ ફૂલ વ્હેંચનારી કલ્પી છે. પ્રભુની દયા એ આ ફૂલ વ્હેંચનારી કહીશું.

કડી ૩. પંકિત ૨. ગાલે રમતી ગોળ લહરી– સ્મિત કરતે ગાલમાં ખાડા પડે તે.

કડી ૫. ઉપર વર્ણવેલાં શિશુનાં સ્મિત, મુધાનાં પ્રેમમિત, વિધવાનાં અશ્રયુક્ત શિશુચુમ્બન, એ સર્વ ઉપર પ્રથમ હક તો વિશ્વપિતાનો જ છે; તેની જ પ્રેમલ, સુનર યોજનાનાં એ કુસુમો છે;અને પછી તે ઉપર માનવજનને હક છે; તેથી વિશ્વપિતાને ચરણે અને પછી જે અવશેષ રહે તે પ્રભુની પ્રસાદીરૂ૫ વિશ્વના લોકોને વહેંચાય છે. આ રીતે, તેમ જ સ્વભાવબળે પણુ, એ મોંઘા ફૂલ છે.