પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૮

હૃદયમાં ઊંડાં–કનકની પેટીમાં-પૂર્યા છે; તે સોધી કાઢવા માટે એ પેટી ઉઘાડવાની કનકકુંચી એક છે; એ કુંચી તે સુખવાદીનું સત્યદર્શન, એ સુખોને ના જોઈ સકવાથી જુના થયેલા, એ સુખે સત્યદર્શનથી જડતાં, ફરી નવેરૂપે પ્રાપ્ત થાય છે. (શ્લોક ૫.)

શ્લોક ૩, ચરણ ૨.

'ધરશે'નો કર્તા સ્નેહી-ઉરો' (સ્નેહીજનનાં હૃદય), અને કર્મ 'એ' (એ સ્મિત) છે.

સ્થિર–એ “ઉરો”નું વિશેષણ નથી; 'ધરશે’નું ક્રિયાવિશેષણ છે. સ્થિર ટકી રહે એમ હૃદયો ધારી રાખશે-એમ અર્થ છે.

શ્લોક ૪.

ચરણ ૩ માને “રસ” તે ચરણ ૧ માંના અમીપાનને ઉદેશેછે, અને "સુગન્ધ તે ચરણ ૨ માંનાં “ફૂલને ઉદ્દશે છે,

જૂના ધ્વનિ. પૃ. ૬૩

"Songs my mother taught me” એ ગીતના શબ્દ સ્મરણમાં નથી. પણ કેટલાંક વર્ષ ઉપર વાંચેલા એ ગીતના ભાવની છાયા જે મ્હારા મન ઉપર પડેલી ત્હેનું આ આલેખન છે, તેથી 'છાયા' નામ વાપર્યું છે – ભાષાન્તર અને અનુકરણની વચમાં અટકેછે માટે.

એકવાર પ્રખ્યાત ગાનારી Madan Albani મુંબાઈમાં concert માં ગાવાની હતી તે વખત મ્હેના પ્રોગ્રામમાં આ ગીત હતું. મને યાદ આવે છે કે એ ગીત કકોક ઠેકાણે મ્હેં વાંચ્યું હતું,