પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૯

અને હેના કરુણ રસમય, આર્દ્ર, ભાવથી મને બહુ અસર થઈ હતી. આ છાયામાં બીજી કડી અને તે સાથે સંબન્ધ રાખનારો ભાગ (પહેલી કડીનું ઉત્તરાર્ધ) મૂળમાં નથી; મૂળમાં સૂચકતામાં અદ્દભુત રીતે રહેલા ભાવ ઉપરથી મ્હેં કલ્પી કાઢયો છે.

કડી ૨. પ્રથમ કડીના છેલ્લા ચરણમાં કહેલા ભૂત સમયનું વત્સલતાથી આર્દ્ર ચિત્ર આ કડીમાં છે.

ચરણ ૩. સુરઘટના-સ્વરની (સંગીતના સ્વરોનો) ગોઠવણ

ચરણ ૪. તાલ તે સંગીતનું કુત્રિમ શ્રેષ્ઠ ઉપાંગ નહિં પણ હેના રસમાં ભરતી કરનારું તત્વ બને એ રીતે “ તાલમાં રસ સાચવવો” તે એ શીખવતી.

કડી ૩. પોતાની પુત્રીને એ જ જૂના પ્રેમભર્યા સંસ્કારવાળા ગીત શીખતે હૃદયમાં ગૂઢ આંસુ વ્હેવાનું કારણ એક તે પોતાની મરણ પામેલી માનું સ્નેહમય સ્મરણ, અને બીજું પોતાની પુત્રી પણ ભાવિમાં પિતાને આમ સંભારશે એ દૂર દર્શનથી થતી ગદ્‌ગદાવ્સ્થા.

ત્યારે અને હવે. પૃષ્ટ્ઃ ૬૪-૬૮.

આ કાવ્યની ઘટના તથા ભાવ આ પ્રમાણે છે:-

અસાધારણ શાન્તિ અને સૌન્દર્યવાળી સન્ધ્યાને સમયે કવિ એક સિન્ધુકિનારની પર્વતટોચ ઉપર ઊભો રહેલો છે; તે સમયે ત્રિકાળનું ગાન ગાતા સિન્ધુના સ્વરો હૃદયમાં ભરાતાં ભૂત અને વર્તમાને વચ્ચે વિરોધના અનેક પ્રકારો પ્રત્યક્ષ થાય છે; તે છૂટક છૂટક પાત્રોનાં ગાનરૂપે ઉપસ્થિત કરાયા છે. એ પાત્ર પ્રત્યક્ષ નથી તેથી