પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૦

હેમનાં ગાન અશરીર કહ્યાં છે. પ્રથમ પ્રેમવચનોથી છેતરી પછીથી શઠે તજેલી યુવતિનું- 'ત્હારે અને હવે'નું ચિત્ર; સંપત્તિ સમયે ખુશામદખોર મિત્રોથી વીંટાયલા અને નિર્ધન થતાં જાયલા ધનિક નિર્ધનનું ત્યહારે અને હવેનું ચિત્ર; માનવ માત્રના બાલ્યને ઉલ્લાસ અને પ્રોઢાવસ્થાના ગમ્ભીર ભાવ એ બેનું “ત્ય્હારે અને હવે’નું ચિત્ર; ઈત્યાદિ પાંચ ચિત્રો નમૂનારૂપે રજૂ કરીને હેવાં અસંખ્ય માનું એક સમગ્ર મહાન ગાન, એ છૂટક ગાન જેમાં માત્ર એક સ્વરબિન્દુરૂપ બને છે હેવું મહાન માન (દરેક છૂટક ગાનને સંવાદથી ગૂથનારું ગાન) – પ્રકતિમાં વ્યાપી રહેલું સમગ્ર સૃષ્ટિમાંના સંવાદનું ગાન પ્રગટ થયેલું બતાવ્યું છે. જીવન અને પ્રકૃતિના સર્વ પ્રસંગો તરફ યોગ્ય દષ્ટિથી જોતાં બધા વિસંવાદી ભાસતા અંશને પણ સંવાદ પ્રગટ થઈ એક સમગ્ર સુન્દરતાને સમન્વય જણાય છે એમ તાત્પર્ય છે, માટે જ એ ગાન.

"ગાજી રહ્યું પ્રકૃતિમાં સ્થિર એ સુરીલું."

( કડી ૧૭, ચરણ ૪.)

શ્લોક ૧. ચરણ ૨.

અસ્ત પામતા સૂર્યનાં કિરણોનો ગોળાકાર ફેલાવ મુગટના આકારને થાય છે તેથી 'કિરીટ રચના.' ( કિરીટ = મુગટ).

ઉત્તરાર્ધ—એ કિરણોના વચગાળામાં ગુલાબી અને પિરોજી રંગનું આકાશ આવી એ રંગના લાંબા પટા હેવા જણાયા કે જાણે ચક્ર (૫યડા)ના આકારનું મંડળ ના હોય. આરાવલી = આર + આવલી; આરાની હાસ્ય. (अर = આરે (પયડાને) છે, તેમ आर શબ્દને પણું એ એક અર્થ છે.)