પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૧


આ પ્રકારની રચના (શ્લો. ૨ ચ. ૧ માંના શુક્રતારા સહિતની ) પ્રત્યક્ષ મ્હેં એક સમયે રત્નાગિરિ જિલ્લાના બાનકોટ બંદરના કિનારાના ડુંગર ઉપરથી જોઈ હતી. આ કાવ્યની ઉત્પત્તિ પણ તે સમયે જ થઈ હતી.

શ્લોક / પૂર્વાર્ધ

त्वं जीवितं त्वमसि मे हृदयं द्वितीयं
त्वं कौमुदी नयनयोः .

એ ‘ઉત્તરરામચરિત’માંના વચનની છાયા આ શબ્દોમાં છે.

ચરણ ૩. ચાટુ = મીઠાં વચન, પછી વિશેષણ તરીકે લઈ મીઠાં વચનવાળાં.

શ્લોક / ‘પ્રેમમાં’— એમ કહી તત સુધારે છે.— ‘પ્રેમના આભાસમાં’, કેમકે આખરે શઠે તજી તેથી ખરો પ્રેમ મૂળ હતો જ નહિં.

શ્લોક ૧૧/૧ ચરણ ૪.

હાસે (હાસમાં) પણ ઊંડું (છૂપું ગૂઢ રહેલું) રુદન સાંભળું છું. જીવનના અનુભવ જ હે છે કે આનન્દ અને શૈક એ બે વચ્ચે કેશાગ્ર જેટલું જ અંતર છે. આ ભાવ તો અહિં છે જ; પણ તે ઉપરાંત આનન્દહાસનું દર્શન થવાની સાથે જ આનન્દની અસ્થિરતા અને શોનો ઘેરો પડદો હેનું ભાન થાય છે, તેથી હાસમાં રુદન સંભળાતું કહ્યું છે.

શ્લોક ૧૩/ ચરણ ૧.