પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૦

નૂતન પૃષ્ઠ– ૭૫-૭૬.

ગુજરાતી પંચ ના દીવાળીના અંક માટે આ કાવ્ય તા. ૨૨-૯-૧૯૦૯ ને રાજ રચ્યું હતું.

આ ગરબીમાં સાખીનું મિશ્રણ નવીન કર્યું છે. હાવાં મિશ્રણ હાલ પ્રચારમાં બહુ છે એટલે કોઈને મુશ્કેલી નહિ પડે.

બેસતા વર્ષ ઉપર અભિનદન, પ્રોત્સાહન, ઇત્યાદિ આ કાવ્યમાં છે.

કડી ૧. પંક્તિ ૨. ગાઓ-અહિં “ઓ' ટૂંકાવાય છે. (એ જ પ્રમાણે કડી ૭ પંકિત ૨ માંના “ગાઓ' શબ્દમાં પણ છે). ગાવ” એમ લખ્યું હોત તો આ ખુલાસો આપવો ના પડત; પરંતુ એ રૂ૫ પરિચિત બહુ નથી.

પક્તિ ૪. દિવ્ય વાદ્ય---પૃથ્વી ઉપરનાં વાદ્યોના માધુર્યના ઉત્કર્ષ માટે દિવ્ય” વિશેષણ નથી લગાડયું, પરંતુ ખરેખરાં દિવ્ય લોકનાં વાદ્ય સંભળાતાં કહખ્યા છે. અસાધારણ આનધ્યસંગે સૃષ્ટિમાં પસરેલા સન્દર્યની પછાડી નિગૂઢ એ વાદ્યના સ્વર રહેલા ભાસે છે.

કડી ૨. “વાગે અનુપમ વાંસળી”-ઇત્યાદિ.

આ કલ્પના વાંચીને રા. ન્હાનાલાલ દલપતરામ કવિના ડીસેમ્બર ૧૯૧૧ માં પ્રગટ થયેલા, અનુપમ સૌન્દર્યવાળા, એક કાવ્ય્માંની એક કડી સ્મરણમાં આવ્યા વિના નહિં રહે:-