પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૪

કડી ૩-ચરણ ૧-૨,

માનવ બુદબુદને (મનુષ્યરૂપી પરપોટાને ) એ કાળને ઉદધિ સમુદ્ર) લઈ જાય છે. લઈ જાતોનું કર્મ માનવબુદબુદ

ચરણ ૩-૬. જમાનાઓની (જમાનારૂપી) ફેનિલ (ફીણવાળી) ઉલ્લોલ (રમત કરતી) છોળ્ય... પછડાઈ રહે, પછડાય, તે વખતે જૂના બુદબુદ ફૂટી જાય છે અને બીજા નવીન રંગના બુદબુદ ઊગી નીકળો છે. સમુદ્રની છોળ્ય પછડાય તે વખતે પરપોટા કેટલાક ભાગી જાય, બીજા નવા ઉત્પન્ન થાય તે રીતે જમાનો બદલાતાં કોઇ' મનુષ્યો મરી જાય છે, કોઈ નવા જન્મે છે–એમ રૂપકનો અર્થ છે.

કડી ૪.

લઘુલહેર--લધુ ( = હલકી) લહેરવાળો. (બહુત્હિત્રી સમાસ) અને એ અસીમસિન્ધુમા સહજ સરતા (વ્હેતા) લઘુલહેર (હલકા) તરંગ (મોજા )ની પેઠે, વિનાશમાં પડી ગયેલાં મ્હોટા રાજ્યનાં ખંડેર ઊછળે છે,આમ અન્વય છે.

ગોવર્ધનભાઈ પૃષ્ઠ ૩-૪૪.

સ્વ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના અવસાન પછી આ કાવ્ય “સમાલોચક”ના ગોવર્ધન સ્મારક અંક માટે મહે રચ્યું હતું. આ કાવ્યમાં રહેલા વિચાર કલ્પના ઇત્યાદિ ઉપર કાંઈક સૂચક પ્રકાશ પાડવા માટે “વસન્ત"ના ગોવર્ધનરામના સ્મારક અંકમાં આપેલા મ્હારા લેખમાંથી અન્તભાગનો ઉતારો આપું છું –