પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૫

“એ ગમ્ભીરનાદી, શાન્ત સાગરને નાદ એકાએક બંધ પડયોછે. પણ હેનો ધ્વનિ મ્હારા હૃદયને ઘેરી લેતો કાયમ લાગે છે. કોલરિજ, અને કાંઈક બ્રાઉનિગની પેઠે, ગોવર્ધનભાઇ મહને હમેશાં સાગરનું સ્મરણ આપે છે; તોફાની, પ્રચંડ તરંગ ઉછાળનારો, સાગર નહિં; પણ શાન્ત ગાન ગાતા,પ્રભાતના અન્ધકારમાં ઘેરા પ્રભાતિયાં ગાતો, રાત્રિના ચમકતા અંધારામાં ઊંડા ભાવ ઉદીપતો, સાગર.

"અહિં અત્યારે સાગરકિનારે એક મકાનમાં બેઠે બેઠે હું આ લેખ લખું છું. સાગરનું સનાતન ગાન રાત્રિની ઊંડી શાન્તિમાં સંવાદી રીતે ગૂંથાઈ ગયું છે તારાજડિત આકાશથી તે ફોસ્ફોરસના પ્રકાશથી ચમકતા તરંગના ફેન સૂધી સર્વત્ર એકાકાર, કારમી સંવેદના સ્ફુરાવનારુ, ગમ્ભીર શાન્તિનું પૂર વ્યાપી રહ્યું છે, આમ સાગર કાંઈ ગૂઢતાના ધુમસમાં, રાત્રિના અર્ધપ્રકાશમાં, આવૃત રહી હદયમાં ઊંડા ઝંકાર જગાડે છે. આ સમયે આ દેખાવમાં પ્રતિબિબિત થઈને એ પ્રેમલ મૂતિ, એ મિત્રને મધુર આત્મા,મ્હને જાણે વીંટી લે છે !

અહિં આ સમયે ઊંડો શાન્તિ ફરે.
તહિં એ મુજ મિત્રની મૂર્તિ તર!

રત્નાગિરિ જિ. ! જાન્યુઆરી ૧૯૦૭ |

શ્લોક ૧-ચરણ ૩.

રજનિતિમિરે તિમિરમાં.