પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૭


શ્લોક ૪.

ઉત્તરાર્ધ-અમૂર્ત છતાં આંત્તર અનુભવની તીવ્રતાને લીધે પ્રત્યક્ષવત જણાઈ સહસ્ત્રગણું સ્પષ્ટ. આમ વિરોધાભાસ અને તેનું શમન છે.

મહાભિનિષ્ક્રમણ -પૃષ્ઠ ૯૫-૧૦૧.

એડિવિન આર્નેલ્ડ કૃત “Light of Asia” માંથી એક પ્રસંગનું આ ભાષાન્તર છે.

બુદ્ધચરિતનો પૂર્વ વૃત્તાત-સિદ્ધાર્થ જગતના ઉદ્ધારનો માર્ગ સોધવા માટે રાજમન્દિર, પત્ની, ભાવિપુત્ર-સર્વને ત્યાગ કરીને ચાલ્યો તે રાત્રિનો વૃત્તાન્ત–આ કાવ્યમાં છે.

મૂળમાંના કેટલાક ભાગ ટાળીને ભાષાન્તર કર્યું છે તે ભાગ માટે * * * * આ ચિહનો તે તે સ્થળે મૂક્યા છે.

મહાભિનિષ્કમણુ–મ્હોટું ત્યાગ કરીને ચાલ્યા જવું, પ્રયાણ "The Light of Asia" ના

મુખપૃષ્ઠ ઉપર "or The Great Renunciation (Mahábhinishkramana") . સિદ્ધાર્થના આ ત્યાગનું આ નામ સુપ્રસિદ્ધ છે. “મહાભિનિષ્ક્રમણસૂત્ર” નામને આ વિષયને સંસ્કૃત ગ્રન્ય છે. તેનું ચીનાઈભાષામાં ભાષાન્તર ઇ. સ. ના છઠ્ઠા સૈકામાં થયેલું છે. આ કથાભાગના કાવ્યમાં આ પ્રસંગનું જ પ્રાધાન્ય છે તેથી આ કાવ્યને તે નામ ખાસ આપ્યું છે.