પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭


(અનુષ્ટુપ્)
મૃત્યુ ને જીવનક્ષોભે અર્પીને રંગ કારમા,
કીડનદ્રવ્ય એ હાર અમોલાં અદકાં બન્યાં.૨૦

(દ્રુતવિમ્બિત.)
ધરી ગંભીર નથી ઘન છાય એ,
મૃદુ વિલાસી સુરંગ નહિં તજે,
મદુલ રંગ બધા ઘનતા સજે,
વળી ગભીર બધા મૃદુતા ભજે.૨૧

બદલ્યું રૂપ તથાપિ હજી બધાં
દ્વિવિધ્ રૂપ ધરી મન લોભતાં
રમકડાં તુજ જીવન પ્રેરશે,
તિમિર આ જગનું સહુ વેરશે. ” ૨૨

(ગઝલ.)
"ભલે માડી ! ભલે માડી!
પ્હનોતાં વેણ આ ત્હારાં
હૃદય રેડે અમોલી કો
અમીરસની ઊંડી ધારા.૨૩

ગયું બાલ્ય પાછું ના માગું,
બન્યું ઘેરું હૃદય આજે,