પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧


દૂર, દૂર, સુદર એ."

(ખંડહરિગીત)

શૂન્ય ખારા સિન્ધુનું
નિરખું વ્હેતું પૂર હું,
વિજન એ વેરાનને
ભેદી વિલોકું દૂર હું—
દૂર, દૂર, સુદૂર હું.૧

જવનિકા સન્ધ્યાતણી
ગૂઢ કાંઈ અગૂઢ જે
વ્યોમનો બુરખો બની,
તે પાર નિરખું ઘર જે-
દૂર, કાંઈ સુદૂર જે.૨

ગહન તારાજડિત આ
રજનિના ઊંડાણમાં,
નજર નાંખી જાય ના
એ નિરખું દૂર વિતાનમાં-
દૂર એ મેદાનમાં.૩
રવિ કિરણથી રંગિયાં,
કનકવર્ણા ગૂઢ જે,