પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫


દુર્ગપર જો ! ફરફરે
ધવલ કર-અંચલ પ્હણે;
હઈડું આ કંઇ થરથરે,
ને પ્રેમમન્ત્રો શા ભણે!૧૧

હા ! મીઠું બુલ્બુલ માહરું !
કૂજતું કલરવ કરે,
લાડકી! તુજ એ અમી
પીતાં ન મન તૃપ્તિ ધરે.૧૨

તાતને તુજ કૂજને
એ રુડાં તું સુણાવજે,
મર્ત્યલોકે સ્વર્ગની
કંઈ દીપ્તિ ક્ષણ ઝળકાવજે.૧૩

મીઠડી જે વ્યોમમાં
શુક્રકણી શી શોભતી !
હા ! તદપિ મુજ લાડકી
એથી રુચિર અદકી અતિ.૧૪

ભૂત ભાવિ ભૂલતી,
સુખ હિંંડોળે ઝૂલતી
સંગ લઈ મુજ પૂતળી
આનન્દસિન્ધુ હું બૂડી.”—૧૫