પૃષ્ઠ:Nupur Zankar.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪


રડતો રાખ્ય તું, દીન બન્યો સુખભંગમાં રે;
 માડી !૦ ૪

કર્દમ જોઈ નાંખી ક્ષણમાં,
પ્રેમ-અમી તુજ સીંચી વ્રણમાં
રમતો પાછો મૂક્યબાળ સુખરંગમાં રે,
 માડી !૦ ૫

જનની! એમ નિરન્તર પ્રેમે
નીરખી, બાળક રાખ્ય તું ક્ષેમે;—
પ્રેમલ ગાનો ગાતી ર્‌હેજે સંગમાં રે;

માડી ! દીન બાળને લેતી સ્નેહ-ઉછંગમાં રે,
વસજે સંગમાંરે,
 માડી !૦ ૬