પૃષ્ઠ:Nupur Zankar.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૬


ભાવનાસૃષ્ટિ.

(ગીતિ.)
સુખમય સન્ધ્યાસમયે
ભમતો ભમતો હું આવિયો પળમાં
માનસરને કણ્ઠે;—
અનુપમ લીલા નિહાળી તટ જળમાં.

(ઉઘોર.)
જળમાં લહરિકુંડળ માંહ્ય
હંસીહંસ ઉજ્જવળ કાય
કરતાં કેલિ તરતાં જાય, —
ઊંચે વ્યોમ શુદ્ધ સુહાય.
તટવન વિશે પુણ્ય સુગન્ધ
વહતાં કુસુમ રમ્ય અનન્ત,
લોભકરંગ ફળ તરુડાળ
ઝરતાં રસ દીસે સહુ ઠાર.

(દોહરો.)
સુગન્ધ એહ, સુવર્ણ એ, સુરસ એહ કરી જોર
ખેંચે મુજને, અવશ હું બન્યો ફળચોર.

(ઉઘોર.)
અડક્યો, પાંખડી સુકુમાર,
ને જો ! કુસુમ તો તે વાર
થઈને શુન્ય માંહિ વિલીન,
મુજને મૂકિયો અતિ દીન.