પૃષ્ઠ:Nupur Zankar.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૭


ઉજ્જવળ ફળ અડંતાંવાર
પામ્યાં લોપ તે તત્કાળ !
આશાભંગ થાતાં, મૂહ
જાણું તત્ત્વ નાહિં ગૂઢ.

****
****

(ઉપજાતી*[૧])
અસંખ્ય તારામણિહાર ધારતી
નિશા રમે વ્યોમ ઉછંગ લાડતી,
ત્હેને દૃઢાલિંગનથી ન છોડતું
વિશાળ વક્ષે ધરી વ્યોમ કોડીલું;

પ્રભાત તો દૂર રહ્યું લપાઈને
જુવે ન બે કેલિનિમગ્ન કાંઈ તે;—
હેવા અમોલા સમયે હું એકદા
સારી દઈ વિશ્વની સર્વ આપદા

સૂતો ઊંચા પર્વતશૃઙ્ગ એકલો
સુણી રહ્યો શાન્તિ તણા ઊંડા સુરો;
નીચે પડી પર્વતમાળ કેટલી !
વાંકી ચૂંકી ખીણ અસંખ્ય તેટલી;


  1. ઇન્દ્રવંશા તથા વંશસ્થવિલનાં ચરણોના મિશ્રણથી થયેલું
    ઉપજાતિ વૃત્ત.