પૃષ્ઠ:Nupur Zankar.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦


ઊડ્યો જ ઊડ્યો ગગનો વટાવી,
અન્તે ઊભો કો નવભૂમિ આવી. ૧૭

ઊભો ત્યહાં કો પરમસ્વરૂપ
પ્રચણ્ડ દીપ્તિ ધરતો અનુપ;
લીધો મ્હને પંજર માંહિં પૂરી,
આશ્વાસતો વાણી વદી મધુરી; ૧૮

ઘડ્યું શશી-રશ્મિથી પાંજરું એ,
અલક્ષ્ય ઝીણા શળિયાતણું જે;
ન એ મ્હને બન્ધનરૂપ લાગે;—
ચાલ્યો મહા પૂરુષ દિવ્ય માર્ગે. ૧૯

(સોરઠા.)
ચાલ્યો એ દૂર, ઉજ્જવલ દેશો જ્ય્હાં પડ્યા;
અનુપમ જ્યોત્સ્નાપૂર રસતું ભૂમિ દિવ્ય એ.૨૦

(ઉધોર.)
દર્શન દીઠું અદ્‌ભુત ત્યાંહિ,
નયનો ઠારતું મુજ કાંઈ;
કુસુમો દિવ્ય દેહ ધરંત
ઊભાં સ્મિતસુધા વરસંત;૨૧

તારામંળોની રાણી
દિવ્ય સખિયો આણી;