પૃષ્ઠ:Nupur Zankar.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૮


અગ્નિહોત્ર.

(શિખરિણી.)
લવે વિશ્વે લોકો — “પરિચય વધ્યે પ્રેમ ઘટતો;
જવાનીએ ફૂંક્યો ક્ષણ વધી પછી અગ્નિ શમતો !—
શું જાણે તત્ત્વોને જગજન ભમે મોહવન જે ?
મહા મોંઘો અગ્નિ દિન દિન નવી દીપ્તિ જ સજે. ૧
(ઇન્દ્રવજા )
ડૂબી જઈને ઘન અન્ધકારે
શીતે ધ્રૂજી સુષ્ટિ સમસ્ત ત્ય્હારે
વર્ગે થકી ઊતરી હૂંફ દેતો
આવ્યો અહિં દિવ્ય જ અગ્નિ એ તો. ૨
(શિખરિણી.)
ઉતારી સ્વર્ગેથી મુજ હૃદય સ્થાપ્યો સ્થિર વસે
અમોલો એ વહિન, દિન દિન વધાર્યો પછી રસે
ધીમે ત્હેં સંકોરી મૃદુ કર વડે, જીવનસખિ !—
કદી એ ના ભૂલું રાદય તુજ એ તો ઉપકૃતિ. ૩
(ઉપજાતિ.)
રહી સદા એ સહધર્મચારે
આ વિશ્વયાત્રામહિં ભક્તિભારે
સંકોરી સંવર્ધી જ દિબ્ય વહિન,
અપૂર્વ બે આપણ અગ્નિહોત્રી. ૪
એ વહિનને ભક્તિથી સંઘરીને,
હવિષ્ય મોંઘા માંહે હોમી પ્રીતે,
ચાલ્યા જશું જીવનપાર ક્ષેમે,
પૂજીશું ત્ય્હાં એ સખિ ! અગ્નિ પ્રેમે. ૫