પૃષ્ઠ:Nupur Zankar.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૮ग


નિર્વાણસિન્ધુજલમાં કદી ના વિકાર;
આભાસ થાય કદી, અન્ય જ એ પ્રકાર;
મ્હારા અગાધ હૃદયે બનિયા બનાવ,
ત્હેમાંથી એક વરણું, સુણ્ય ધારી ભાવ :— ૯

(અનુષ્ટુપ્)
મથનો મ્હેં કર્યાં ઉડાં બોધિવૃક્ષતળે રહી,
ચિત્રો નાના પ્રકારોનાં પ્રગટ્યાં ને ગયાં શમી. ૧૦
અન્તે આનન્દસિન્ધુના જળમાં બોળતું મ્હને
પ્રગટ્યું તીવ્ર કો ઊંડું સંવેદન કહું ત્હને; ૧૧
પામ્યો હું સહસા ત્ય્હારે અપ્રમેય દશા નવી,
ખરો નિર્વાણનો સિન્ધુ રેલાયો હૃદયે રમી. ૧૨

(વસન્તતિલકા.)
નિર્વાણ એ અનુભવ્યો સતતપ્રવાહી
વર્ષો અનેક લાગી, શાન્તિ રહી છવાઈ;
તો એ ઊંડા અનુભવો કર્દી ભિન્નભાસી
એ શાન્તિમાં પ્રગટતા, પછી જાય ન્હાશી. ૧૩

જો એક વેળ બનિયું, ન બન્યું કદી જે ;—
હું ધ્યાનમાં સ્થિર રહ્યો, નવ લક્ષ બીજે;
ને તે ક્ષણે મધુર મૂર્તિ યશોધરાની
એ ધ્યાનમાં સ્કુરતી છે ! પ્રગટી જ છાની. ૧૪